1. બે મહારાજ્યો પાઠમાં બે 1. કનોજ અને 2. વાતાપી વિષે વિસ્તૃત માહિતી આપેલ છે ,બીજા પાઠમાં પૃથ્વી ફરે છે ભમરડો, ચકરડી વગેરે રમકડાંથી તમે રમો છો. તે નિશ્ચિત રીતે પોતાની ધરી પર ફરે છે. આવી જ રીતે આપણી પૃથ્વી પણ ફરે છે. બ્રહ્માંડના દરેક ગતિમાન પદાર્થોની જેમ પૃથ્વીની પણ બે પ્રકારની ગતિ છે તે વિષે સરસ માહિતી બાળકો ને આપેલ છે . પાઠ 3 સરકાર તમે છાપાંઓમાં “સરકાર' શબ્દ વારંવાર વાંચ્યો હશે અથવા રેડિયો કે ટી.વી. પર સમાચારમાં “સરકાર' શબ્દ સાંભળ્યો હશે. સરકાર એટલે શું? તેનાં કાર્યો અને તેનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે? એ વાત આપણે જાણીશુ આ પાઠ ના માધ્યમ થી , 5.સ્થળ અને સમય પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી રેખાઓ શાની છે ? આ રેખાઓ કાલ્પનિક છે. તે પૃથ્વી પર દોરેલી નથી તે સરસ રીતે સમજાવેલ છે , પુનરાવર્તન.-1 આપેલ છે,પાઠ 6 ભારત: સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ
તમે ધોરણ 6માં ગુજરાતનાં સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ વિશે શીખી ગયા છો. હવે આપણે ભારત વિશેની માહિતી મેળવીએ.આ પાઠ ના માધ્યમ થી ,પાઠ 7 માં .મધ્યયુગનું દિલ્લીદર્શન ભગવતીબહેન ઉત્તર ભારતના પ્રવાસે ગયાં હતાં. તેમને ઇતિહાસનો શોખ હતો. આથી તેમણે તેમની ડાયરીમાં દિલ્લીના શાસકો વિષયક નોંધ કરી હતી તે આપણે જાણીશું, 9. રાજ્યની શાસનવ્યવસ્થા આપણા દેશનો વહીવટ ત્રણ સ્તર પર થાય છે– સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરી વિશેની જાણકારી આપણી પાસે છે. આ પાઠમાં આપણે લોકશાહીમાં રાજ્ય સ્તરે કેવી રીતે વહીવટ (શાસન) થાય છે ? રાજ્ય સરકાર કયાં કયાં કામો કરે છે ? વિધાનસભાના સભ્યો અને મંત્રીઓની શી ભૂમિકા છે? લોકો સરકાર સમક્ષ કઈ રીતે પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે ? લોકો શાસનની સામે પોતાના વિચાર કઈ રીતે મૂકે છે ? કોઈ કાર્યની માગણી કેવી રીતે કરે છે ? આ પ્રશ્નો પર વિચાર કરવા આપણે આરોગ્ય સંબંધી એક પ્રસંગનું ઉદાહરણ લઈશું,ત્યાર બાદ પુનરાવર્તન 2 મારી વાત આપેલ છે .